નરાધમ યુવકની કાળી કરતૂત:ધાનેરામાં 11 વર્ષિય સગીરા પર શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રિક્ષા ચાલકે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી પોલીસને સોંપ્યો

ધાનેરામાં બુધવારે મોડી રાત્રે એક 11 વર્ષની સગીરા મામાનું ઘર ભુલી જતાં રસ્તા ઉપર ઉભી હતી. ત્યારે એક યુવક તેની એકલતાનો લાભ લઇ તેના ઉપર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે તેને એક રિક્ષા ચાલક જોઇ જતાં પકડી પાડેલ અને સગીરાને સાથે રાખીને પોલીસ હવાલે કર્યો હતો.પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધાનેરાના એક ગામની 11 વર્ષની માનસિક અસ્વસ્થ સગીરા મામાના ઘરે ધાનેરા આવી હતી. પરંતુ આ સગીરા મામાનું ઘર ભુલી જતાં ગંજ રોડ ઉપર રાત્રીના 12 વાગ્યાના સમયે ફરતી હતી. ત્યારે એક યુવક આ સગીરાને જોતા જ દુષ્કર્મ આચર્યું હતું અને તેવામાં ત્યાંથી એક રિક્ષા ચાલક પસાર થતાં તેને શંકા જતાં આ યુવકને પકડી લીધો હતો અને સગીરાને પુછતાં દુષ્કર્મ કર્યાનું જણાવતા રિક્ષા ચાલકે બન્નેને ધાનેરા પોલીસ મથકે લાવ્યા હતા પોલીસે આ સગીરાના વાલીવારસાનો સંપર્ક કર્યો હતો.

સગીરાના પરીવાર દ્વારા ધાનેરા પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે પોસ્કો એકટ ગૂનો દાખલ કરીને મહેન્દ્ર પુંજાભાઇ માજીરાણા (રહે.ધાનેરા) ને જેલના હવાલે કર્યો હતો. સગીરાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાઈ હતી. રિક્ષા ચાલકને પોલીસે બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...