આક્રોશ:અનાપુરછોટા ગામમાં દબાણો તોડવા ગયેલી ટીમની ગાડી આગળ લોકો બેસી જતાં મોકૂફ

ધાનેરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસકર્મીઓ પુરતા પ્રમાણમાં ન હોવાથી ટીડીઓને પરત ફરવું પડ્યું
  • પોલીસે​​​​​​​ બળપ્રયોગ કરતાં પોલીસ સામે પણ ગ્રામજનો આવી ગયા

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે દબાણો તોડવા ગુરુવારે પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી હતી પરંતુ લોકોનો આક્રોશ જોતા ટીમોને પરત ફરવું પડ્યું હતુ. અનાપુરછોટા ગામના દબાણો હટાવવા જીલ્લા વિકાસ અધિકારીએ ગુરુવારે આદેશ કરતાં તાલુકા પંચાયત તેમજ અન્ય કચેરીઓમાં આ દબાણ તોડવા માટે તમામ તૈયારીઓ સાથે અધિકારીઓ પહોંચી ગયા હતા

પરંતુ મોટા પ્રમાણમાં દબાણદારો તેમજ ગ્રામજનો ઉમટી પડતા અને તાલુકા વિકાસ અધિકારીની ગાડી રોકી તેની આગળ બેસી જતાં મામલો બિચક્યો હતો અને પોલીસે પણ બળ પ્રયોગ કરવા જતાં પોલીસ સામે પણ લોકો આવી જતાં દબાણ તોડવાના મુલત્વી રાખવા પડ્યા હતા. આ અંગે ટીડીઓ રાજેશ ધનગરે જણાવ્યું કે ફરીથી પુરતી પોલીસ સાથે આ દબાણ તોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...