માગ:ધાનેરાના અનાપુરછોટા ગામે દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રખાઇ

ધાનેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે બે દિવસ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બે દિવસમાં 25 જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા અને ગૌશાળાના દબાણ હટાવવા જતાં મામલો બિચક્યો હતો અને દબાણો બંધ રાખ્યા હતા. ગૌશાળા હટાવવા માટે જતાં મામલો બિચક્યો હતો અને ગૌશાળા ન હટાવવા માટે લોકોએ માંગ કરી હતી.

આ અંગે ગૌશાળા ચલાવતા સંત દ્વારા જણાવ્યું હતું કે આ ગૌશાળામાં પાંચ ગામના ગૌવંશ છે અને તેમને પાળવાનું કામ અમારા દ્વારા અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમજ ગૌચર પણ ગાયો માટે જ છે. છતાં પણ સરકારે દબાણ ગણીને જો હટાવવા હોય તો અમારી ના નથી પરંતુ પહેલા આ તમામ ગૌવંશોને સલામત જગ્યાએ રાખે. જો સરકાર દ્વારા આ ગૌવંશોને રખડતા કરી દેવામાં આવશે તો સરકાર સામે આજુબાજુના તમામ ગામના લોકો મોરચો માંડશે અને તમામ ગૌવંશોને ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે લાવીને ત્યાં રાખવામાં આવશે.

દબાણ માટે ફરી નવી તારીખ નક્કી કરાશે
અનાપુરછોટા ગામે દબાણો હટાવવા માટે બે દિવસનો પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો પરંતુ બે દિવસમાં કામગીરી પુરી થયેલ ન હોવાથી ત્રીજા દિવસે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો પરંતુ પોલીસને અન્ય જગ્યાએ બંદોબસ્ત હોવાથી પોલીસ બંદોબસ્ત ન મળતાં ફરીથી નવી તારીખ ફાળવવામાં આવશે અને ત્યારે તમામ દબાણો દુર કરાશે.- ટીડીઓ

અન્ય સમાચારો પણ છે...