આવેદનપત્ર:ગૌશાળાને સહાય નહીં ચૂકવાય તો ગૌશાળાના સંચાલકો ગાયોને સરકારી કચેરીએ મૂકી જશે

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીનું સંકટ અને ચોમાસું કોરુ, 5 હજાર કરતાં વધારે ગૌવંશને પાળવા મુશ્કેલ
  • ગૌ શાળાના સંચાલકોએ આવેદનપત્ર આપી 500 કરોડની સહાય ચુકવવા માંગ કરી

સરકારે ગૌશાળાને આર્થિક સહાય જાહેર કર્યા બાદ આજ દિન સુધી ગૌશાળા અને પાંજરાપોળને નાણાં ના આપતા ગૌશાળા સંચાલકો વિફર્યા છે. ધાનેરા તાલુકાની 17 જેટલી ગૌ શાળાના સંચાલકો અને ગૌ ભકતોએ ગુરુવારે ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી સરકારે જાહેર કરેલ 500 કરોડની સહાય ગૌ શાળાને જલ્દી ચુકવાય તેવી માંગ કરી હતી. જો આર્થિક સહાય જલ્દી નહિ ચૂકવાય તો ગૌશાળાના સંચાલકો ગાયોને સરકારી કચેરીએ મૂકી જશે.

ચાલુ વર્ષ દરમિયાન માર્ચ મહિનામાં ગૌ શાળામાં વસવાટ કરતા ગૌ વંશ માટે સરકારે 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી.મદદરૂપ બનવામાં પણ સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. જેના કારણે ગૌ શાળાનું સંચાલન કરતા ગૌ ભકતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ધાનેરાની 17 ગૌ શાળાના સંચાલકોએ મામલતદારને આવેદન પત્ર આપી પોતાની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...