ધાનેરા પોલીસ ગુરુવારે ચેકપોસ્ટ ઉપર વાહનચેકીંગ હતા દરમિયાન એક એક્ટિવા પર આવી રહેલ બે શખ્સ પર શંકા જતા તેમને રોકવી તેની પુછપરછ કરતા અન્ય એક્ટિવા બાઈકની ચોરી કબૂલાત કરતા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
ધાનેરા પોલીસ નેનાવા ચેક પોસ્ટ પર વાહનચેકીંગમાં હતા. દરમિયાન ધાનેરા તરફથી એક્ટિવ પર શકાસ્પદ હાલતમાં આવતા નરેશકુમાર કિશનલાલ વિશ્નોઇ અને શ્રીરામ કિશનલાલ વિશ્નોઇ (બને રહે.ભાલણી, તા, બાગોડા, જિ,જાલોર)ને ઉભા રાખવી ચેક કરતા તેમની પાસેથી કોઈ સાધનો મળી ન આવતા તેની તલાશી લેતા પોકેટ કોપ મોબાઈલનો ઉપયોગ કરી એક્ટિવા તેણી ન જણાતા તે એક્ટિવા કોઈ મેનકાબેન શંકરભાઇ બામણા (રહે.વાસદ,તા.જી,આણંદ)નું જણાઈ આવતા બને શખ્સોને વધુ પુછપરછ કરતા તે એક્ટિવા ધાનેરાના રાજારામ સોસાયટીમાંથી ચોરી કાર્યનું કબૂલ કર્યું હતું.
તેમજ ધાનેરા આયુષ હોસ્પિટલ, થરાદ પોસ્ટ ઓફીસ આગળથી બાઈકની ચોરી કરી સાંચોર મુકામે લીલાભાઈ હીરારામ રબારી (રહે.સરણાઉ તા.સાંચોર) ને વેચાણનું કબૂલ કરતા ધાનેરા પો.સ્ટેની એક ટીમ સાંચોર મુકામે મોકલી આરોપી લીલાભાઈ હીરારામ રબારીને પકડી પુછપરછ કરતા ધાનેરા મુકામે ચોરી ગયેલ બાઈક દલારામ ગણેશારામ રબારી (રહે.ફાગોતરા તા.ભીનમાલ) ને તથા થરાદ મુકામેથી ચોરી કરેલ બાઈક પ્રવીણકુમાર ઉફે વાહજી કાનજીરામ રબારી (રહે.મેડા તા.સાંચોર હાલ રહે.નાગોલડી તા.સાંચોર) ને વેચાણથી આપેલની કબુલાત કરતા વેચાણથી લેનાર ત્રણેય શખ્સઓ તેમજ બંને બાઈકો સાંચોર મુકામેથી પકડી પાડી ધાનેરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.