અકસ્માત:ધાનેરાના કોટડા નજીક કાર-વાન વચ્ચે અકસ્માત થતાં પાંચને ઇજા

ધાનેરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ લોકોની હાલત ગંભીર જણાતાં તેમને ડીસા ખાતે રીફર કરાયા

ધાનેરાનાકોટડા ગામ પાસે કાર અને વાન વચ્ચે અકસ્માત પાંચ લોકોને ગંભીર ઇજાઓ થતાં 108 મારફત સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે ડીસા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

મંગળવારે 10 વાગ્યાના સુમારે કોટડા ગામ નજીક એક વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકો થતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યારે બીજી તરફ ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

જેમાં ત્રણ લોકોને ઇજાઓ હોવાથી સરકારી હોસ્પિટલના ડોક્ટર તથા તેમની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે આગળ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે બે લોકોને ધાનેરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્ત
1.પનાજી મલુજી રાજપુત (ઉં.વ.40, રહે.સિયા) (રીફર)
2. ઉદાજી મનુજી રાજપુત (ઉં.વ.35,રહે.સિયા) (રીફર)
3. ભાવેશભાઇ અરજણભાઇ પ્રજાપતિ (ઉં.વ.23,રહે.દેલનકોટ) (રીફર)
4. હરિસિહ મંગળાજી રાજપુત (ઉં.વ.35,રહે.સિયા)
5. રાહુલ દલપતભાઇ સોલંકી (ઉં.વ.18,રહે.ધાનેરા)

અન્ય સમાચારો પણ છે...