પોલીસ ફરિયાદ:ધાનેરામાં બરફ ગોલાના પૈસા બાબતે મારામારી, ચાર શખ્સો સામે ફરિયાદ

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારામારીમાં બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં અમદાવાદ ખસેડાયા

ધાનેરા નગરપાલિકા પાસે બરફ ગોલાની લારી ચલાવતા વેપારી પાસેથી બરફ ગોળા ખાઇને પૈસા આપવાના બદલે અપશબ્દો બોલતા તે બાબતે ઠપકો આપવા જતાં મારામારી થતાં બે વ્યક્તિઓને ઇજાઓ થતાં અમદાવાદ સારવાર હેઠળ છે.ચાર શખસો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધાનેરાના અંજુમભાઇ મંજુરભાઇ શેખ મોડી સાંજના સમયે જાકીરભાઇ રહેમતુલાભાઇ મેમણના બરફ ગોલાની લારી ઉપર આવ્યો હતો અને ગોલો ખાઇ તથા પેક કરાવતા 130 રૂપિયા થયા હતા.

જેથી તેની પાસે માંગતા તેણે રૂપિયા આપવાની જગ્યાએ અપશબ્દો બોલી ધમકીઓ આપતા જાકીરભાઇએ તેમના ભાઇને વાત કરતાં તેમના ભાઇ પણ આ લારી ઉપર આવેલ અને ફરિયાદ કરવા માટે જતા રસ્તામાં અંજુમભાઇ શેખના ભાઇ મકસુદભાઇ શેખનો ફોન આવ્યો અને ફરિયાદ ન કરવા સમાધાન માટે તેમને બોલાવ્યા અને સ્વાદ રેસ્ટોરેન્ટ આગળ આવેલ ત્યારે મંજુરભાઇ શેખે જાકીરભાઇના મોંઢા ઉપર લાકડી મારતા જાકીરભાઇ પડી ગયા હતા.

​​​​​​​જેમાં સાજીદભાઇ મેમણ તેમને છોડાવવા વચ્ચે પડતા અંજુમભાઇ શેખે તવા વડે માથાના ભાગે માર માર્યો હતો. સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જ્યારે સાજીદભાઇને પાલનપુર ખાતે સારવાર માટે રાખવામાં આવ્યા છે. આ બાબતે જાકીરભાઇના ભાઇ જાબીરભાઇ રહેમતુલાભાઇ મેમણએ મંજુરભાઇ નુરમહંમદભાઇ શેખ, અંજુમભાઇ મંજુરભાઇ શેખ, સાહનવાઝ મંજુરભાઇ શેખ અને તોસફભાઇ મંજુરભાઇ શેખ (તમામ રહે.ખાટકીવાસ) સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...