હાલાકી:બ.કાં.માં બેંકોમાં કિસાન ક્રેડિટ કાર્ડથી ધિરાણ મેળવનારા ખેડૂતો સલવાયા

ધાનેરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વ્યાજ મજરે ન અપાતાં હાલાકી

સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતો માટે બેંકમાં સાત ટકાના વ્યાજ દરે પાક ધિરાણ એટલે કે કિસાન ક્રેડીટ કાર્ડથી લોન આપવામાં અવી રહી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા તેમજ રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજ બેંકમાં ચુકવવામાં આવતું હોય છે પરંતુ બે વર્ષનું રાજ્ય સરકારનું વ્યાજ જમા ન થતાં બનાસકાંઠાના ખેડૂતોને પોતાના રૂપિયા ભરવાના દિવસો આવ્યા છે.

બનાસકાંઠામાં હજારો ખેડૂતો બેંકમાંથી પાક ધિરાણ મેળવી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ ખેડૂતોને પોતાના પાક ધિરાણ એટલે કે કિસાન ક્રેડીટ કાર્ડ યોજનામાં 7 ટકા વ્યાજથી તમામ બેંક દ્વારા પાક ધિરાણની લોન આપવામાં આવે છે. આ ખેડૂતોને વ્યાજ ના ભરવું પડે તે માટે નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સરકાર 4 ટકા વ્યાજ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી અને તે પછી કેન્દ્રમાં જતાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લોનમાં 3 ટકા કેન્દ્ર સરકાર દ્વારા આપવાની યોજના કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે જે ખેડૂતો 364 દિવસની અંદર પોતાનું પાક ધિરાણ બેંકમાં ભરપાઇ કરે તે માટે જ આ યોજના લાગુ પડે છે.

જેથી ખેડૂતો પોતે લીધેલ લોન સમયસર ભરવા લાગેલા અને સરકાર દ્વારા પણ વ્યાજ સમયસર બેંકમાં જમા થતા હતા. પરંતુ બે વર્ષનું વ્યાજ કેન્દ્ર સરકાર દ્વારા સમયસર ચુકવી દેવામાં આવેલ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ચુકવવાનું થતું વ્યાજ આજ સુધી ચુકવણી ન કરવામાં આવતા આ ખેડૂતોને ભરવાના દિવસો આવ્યા છે. જેના કારણે કેટલાક ખેડૂતો આ વ્યાજ ચુકવવા માટે પણ વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લાવીને ભરપાઇ કરવા પડી રહ્યા છે. માટે સરકાર દ્વારા આ વ્યાજનું ચુકવણું તાત્કાલિક કરવામાં આવે તેવી ખેડૂતોની અપીલ છે.

બે વર્ષનું પેમેન્ટ આવ્યું નથી : બેંક અધિકારી
એક બેંકના અધિકારીએ પોતાના નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘આખા ગુજરાતમાં તમામ બેંકોમાં કે.સી.સી. (કિસાન ક્રેડીટ કાર્ડ) ધિરાણમાં જે સરકાર દ્વારા 7 ટકા વ્યાજ ચુકવવાનું હતું. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમના 3 ટકા વ્યાજ ચુકવી દેવામાં આવેલ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજ હજુ સુધી આવેલ નથી માટે ખેડૂતોને વ્યાજના રૂપિયા ફરજીયાત ભરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...