ધાનેરામાં વેપારીઓ પાસેથી પોલીસના માણસો બનીને યેનકેન પ્રકારે તોડ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. 15 દિવસ પહેલા જ ધાનેરામાં એક મેડીકલવાળાને ત્યાં પોલીસના સ્વાંગમાં આવેલા 4 લોકોએ રૂપિયા 5 લાખનો તોડ કર્યો હોવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. આ બાબતે પોલીસવડાને પણ ટેલીફોનિક જાણ પણ કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર કેમ ચુપ છે તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
22 ડિસેમ્બરના સાંજના સાત વાગ્યાના સુમારે ચાર લોકો એક પ્રાઇવેટ ગાડીમાં આવ્યા હતા અને જૂના બસસ્ટેન્ડ પાસેની એક મેડીકલ ખાતે પહોંચ્યા હતા અને તેની મેડીકલમાંથી સરકારના પ્રતિબંધીત દવાઓ શોધીને તેને કેસ કરવાની ધમકીઓ આપવામાં આવતા મેડીકલ માલિક દ્વારા આ કેસ ન કરવા માટે યેનકેન પ્રકારે પતાવટ કરવા માટે વિનંતી કરતાં આ કેસમાં રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે રૂપિયા 5 લાખમાં આ પતાવટ કરવામાં આવી હતી. દિવસમાં બહાર આવતા ધાનેરામાં આ બાબતે કેટલાક જાગૃત લોકોએ પોલીસવડાને પણ જાણ કરી હતી.
મેડીકલ માલિકને પુછતાં જણાવ્યું હતું કે ‘મારે આ બાબતે કોઇ બોલવું નથી અને મેં રૂપિયા આપ્યા પણ નથી તેમ કહીને આ ચીટ કરનાર લોકોને છાવરમાં આવી રહ્યા છે.’ વિક્રમભાઇ પટેલ (વેપારી)એ કહ્યું કે, ધાનેરામાં અવાર નવાર તેલ, ગોળ, મેડીકલ તેમજ અન્ય વેપારીઓને ખોટી રીતે પોલીસના સ્વાંગમાં આવતા લોકો કે પોલીસના લોકો દ્વારા હેરાન કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.