ફરિયાદ:ભારત ફાઇનાન્સિયલના કર્મીઓએ રૂ. 24 લાખની છેતરપિંડી આચરી

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામિણ વિસ્તારની 89 મહિલાઓ સાથે લોનના નામે નાણાં હડપ કરી લીધા,ધાનેરા પોલીસ મથકે ફરિયાદ

બનાસકાંઠા જીલ્લાના ગ્રામિણ વિસ્તારમાં રહેતી 89 મહિલાઓ સાથે ભારત ફાઈનાન્સીયલ ઇનકલુજન લી. ના બ્રાન્ચ મેનેજર તથા ફિલ્ડ ઓફિસરોએ રૂપિયા 24.52 લાખની છેતરપીંડી કરી હતી. આ અંગે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધાનેરામાં ભારત ફાઈનાન્સીયલ ઇનકલુજન લી. બ્રાન્ચના મેનેજર દિનેશ પ્રકાશચંદ્ર અરોરા, ફિલ્ડ ઓફિસર અનિલ ભિવારામ ભામુ અને જવાહર કાલુરામ યાદવે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને લોન પાસ કરવા, અપડેટ કરવાના બહાને લોન ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા.

જે બાદ 89 મહિલાઓના ઘરે જઈને મશીન ઉપર અંગુઠાની ફિંગરપ્રિન્ટ લઈ તેમના નામે નાણાં બરોબાર ઉપાડી લીધા હતા. તેમજ લોન પેડઅપ કરાવવા મહિલાઓએ આપેલ રૂપિયા બ્રાન્ચમાં ન ભરી પોતાની પાસે રાખી રૂપિયા 24,52,470ની છેતરપીંડી આચરી હતી. આ અંગે અનુપસિંહ કરણસિંહ ચૌહાણે ત્રણેય સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...