ધાનેરામાં તાલુકા પંચાયત કચેરીમાં ઝાડવા લગાવ્યા હતા. નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી બગીચાની કેર ન કરતાં બગીચો નષ્ટ થઇ ગયો હતો. છેલ્લા છ મહીનાથી આ ઝાડવાઓને પાણી ન અપાવામાં આવતા મોટા મોટા ઝાડવા સુકાઇ રહ્યા છે અને જાણે તાલુકા પંચાયત ઉજ્જડ બની હોય તેવું ભાસી રહ્યું છે. આ અંગે મફાભાઇ પટેલએ જણાવ્યું હતું કે ‘આ તાલુકામાં મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આવે છે. પરંતુ તેમને પોતાની નજર આગળ ઉજ્જડ બની રહેલ કચેરી દેખાતી નથી કે આ ઝાડવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
આ બાબતે જીલ્લા વિકાસ અધિકારીએ તેમની સામે યોગ્ય પગલાં લેવા જોઇએ.’ પરંતુ જાણવા મળ્યું હતું કે, પહેલા પાલિકાનું પાણી આવતું હતું પરંતુ આ પાણી છેલ્લા છ મહીનાથી આવતું નથી. જેના કરણે આ ઝાડ સુકાય છે અને આ બાબતે અધિકારીને પણ જણાવવા છતાં કોઇ પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને આ ઝાડ સુકાતા દેખીને અમને પણ દુ:ખ થાય છે પણ અધિકારી આગળ અમે શું કરીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.