ધાનેરાના શિક્ષકનું અપહરણ કરી લૂંટ:ડીસાથી લિફ્ટ લઈ કારમાં બેઠા, 4 શખ્સોએ 1.63 લાખ લૂંટી લીધા

પાલનપુર,ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચંદ્રકાન્ત   સુતરિયા - Divya Bhaskar
ચંદ્રકાન્ત સુતરિયા
  • રસ્તામાં શિક્ષકનું આંખ-હાથે પટ્ટી બાંધી અપહરણ કરી માર માર્યો એટીએમ કાર્ડ ઝુંટવી લીધું
  • મૂળ સાબરકાંઠાના અબડાસણના વતની શિક્ષક પત્ની સાથે છુટાછેડા મામલે ઇડર ગયા હતા

ધાનેરામાં એક શિક્ષક ગુરુવારે ડીસામાં ગાયત્રી મંદિર આગળ ઉભા હતા દરમિયાન એક કારમાં લિફ્ટ લીધી હતી. જોકે કારમાં બેઠેલા ચાર શખ્સોએ શિક્ષકને આંખે અને હાથે પટ્ટી બાંધી અપહરણ કરી માર માર્યો હતો. અને રોકડ રકમ, એટીએમ છીનવી લઈ રૂ.1,63,500ની લૂંટ કરી ફરાર થઈ હતા. શિક્ષકે ડીસા ઉત્તર શહેર પોલીસ મથકે અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.

મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના અબડાસણ ગામના વતની અને હાલમાં ધાનેરા તાલુકાના જાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચંદ્રકાન્તભાઈ દિનેશકુમાર સુતરીયા 30 જૂનના રોજ ઇડર કોર્ટમાં પત્નીના છૂટાછેટાનો કેસ મામલે ગયા હતા દરમિયાન રાત્રીના નવ વાગે ડીસા ગાયત્રી મંદિર નજીક ઉતરી ધાનેરા જવા બાજુમાં ઉભેલ એક બ્યુ ગ્રે કલરની ગાડીના ચાલકને ગાડી કઈ બાજુ જાય છે ત્યારે ચાલકે હિન્દીમાં કહ્યું, સાંચોર જા રહી હૈ ત્યારે શિક્ષકે કહ્યું મને ધાનેરા સુધી લઇ જાઓ ત્યારબાદ આખોલ ચોકડી પહોંચતા ચાલકે ભાડું માંગતા શિક્ષકે બસો રૂપિયા આપ્યા હતા.

ત્યારે ગાડીમાં બેઠેલા અન્ય ચાર શખ્સોએ શિક્ષકને મોઢા પર ફેટ મારવા લાગ્યા અને હિન્દીમાં અપશબ્દો બોલવા લાગેલ ત્યારબાદ શિક્ષકનો થેલો છીનવી રૂ,7000, મોબાઇલ રૂ.7000, બરોડા બેન્કની ચેકબુક, પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાંથી ત્રણ એટીએમ છીનવ્યા તેમજ ગળામાં પહેરેલ સોનાનું પેન્ડલ રૂ,6000 લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી 7 કલાક સુધી ગાડીમાં ફેરવી પાલનપુર ડીસા હાઇવે પર ચંડીસર પુલ નજીક છોડી ભાગી ગયા હતા. જે બાદ શિક્ષકે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા ચાર સામે ગુનો નોંધાવ્યો છે .

શિક્ષકને ડરાવી એટીએમના પીન માંગ્યા
શિક્ષક ચંદ્રકાન્ત સુતરિયાનું ચાર હિંદી ભાષીઓએ અપહરણ કરી ડરાવી એટીએમના પિન માંગી લઈ બરોડા બેન્કમાંથી રૂ,51,800, યુનિયન બેંકમાંથી રૂ,59,000 તેમજ એસબીઆઈમાંથી રૂ.24200 ઉપાડી લીધા હતા.તેમજ અલગ અલગ બેન્કના એકાઉન્ટમાંથી કુલ રૂ.1,42, 000 તેમજ કુલ.રૂ,1,63,500ની લૂંટ કરી ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતા.

સાત કલાક સુધી શિક્ષકને ગાડીમાં ફેરવ્યા
ધાનેરાના શિક્ષકનું લૂંટ કરવાના ઇરાદે ડીસા ગાયત્રી મંદિર નજીકથી અપહરણ કરી લૂંટ કરી હતી જે શિક્ષકને 9 વાગે અપહરણ કર્યું હતુ રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે ચંડીસર નજીક ઉતારી દીધો હતો, જોકે ચારેય શખ્સોએ શિક્ષકને સતત 7 કલાક ગાડીમાં લઈને ફરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...