ધાનેરાના વેપારીના એરકૂલર, સામાન ચોરનાર 3 શખસને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે 46 કુલર રૂ.68,380 નો મુદામાલ કબજે લીધો હતો. ધાનેરામાં દુર્ગા હોમ એપ્લાયંસિસ એન્ડ લાઇટના માલિક પ્રવિણભાઇ ગીરધરભાઇ પટેલે એન્જલ માર્કેટીંગ અમદાવાદથી 62 કુલર તથા કુલરનો સ્પેર પાર્ટસ રુ.1,29,540 નો મંગાવ્યો હતો.
જેથી એન્જલ માર્કેટીંગના માલિક મનિષભાઇ જયંતિલાલ પટેલએ પ્રવિણભાઇના કહેવા પ્રમાણે તેમના ઓળખીતા ઉદેસિંહ જોષીની ગાડી નંબર જીજે-08-એયુ-4258 માં માલ ભરાવ્યો હતો અને ગાડીના ડ્રાઇવર કીરીટસિંહને ફોન કરતા કિરીટસિંહે જણાવ્યું હતું કે ‘સામાન તો રાત્રે ફતેપુરા રોડ ઉપર પાણીના ટાંકા પાસે ઉતારી દેવામાં આવ્યો છે.
પણ સામાન ન ઉતરતાં ચોરી ગયા હોવા બાબતે પ્રવિણભાઇએ ધાનેરા પોલીસ મથકે ગાડીના માલિક ઉદેસિંહ જોષી (રહે.લાંભા, અમદાવાદ), ગાડીના ડ્રાઇવર કિરીટસિંહ (રહે.વટવા,અમદાવાદ) તથા એક અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ દઝાભાઇ ટીમના માણસો સાથે કિરીટીસિંહ બુર્ગીસિંહ ખુંટીયા,ઉદેસિહ દયાશંકર જાટવ અને રમેશભાઇ જોઇતાભાઇ પટેલ (રહે.ધાખા,)ને પકડી રમેશભાઇ પટેલના ઘરમાંથી એર કુલર નંગ-46 રૂ.68,380 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.