દવાખાના ઊભરાયાં:ધાનેરા તાલુકો વાયરલ ફિવરના ભરડામાં

ધાનેરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પીટલ વાયરલ ફિવરના દર્દીથી ઉભરાઇ રહી છે. - Divya Bhaskar
હોસ્પીટલ વાયરલ ફિવરના દર્દીથી ઉભરાઇ રહી છે.
  • તાલુકામાં તમામ દવાખાનાઓમાં 1000 થી વધારે દર્દીની ઓપીડી, સરકારી હોસ્પીટલમાં પણ બે દિવસમાં 300 થી વધારે દર્દીઓએ સારવાર લીધી

ધાનેરા તાલુકામાં છેલ્લા પંદર દિવસથી તાવ, શરદીના દર્દીઓમાં વધારો થવા પામ્યો છે અને તમામ સરકારી દવાખાના હોય કે પ્રાઇવેટ દવાખાનાઓ હોય તમામ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. - ધાનેરા તાલુકામાં તમામ દવાખાનાઓમાં 1000 થી વધારે દર્દીઓની ઓપિડી નોંધાય છે. જ્યારે સરકારી હોસ્પીટલમાં પણ 300 થી વધારે દર્દીઓ આવે છે.

ફાગણ મહિનામાં એકંદરે તાવ, શરદીનું પ્રમાણ રહેતું હોય છે પરંતુ આ વખતે આ પ્રમાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી હોવાના કારણે બે ઋતુનો અહેસાસ થવાના કારણે તાવ, શરદી, ખાંસીની બીમારી વધવા લાગી છે.

જેથી વાયરલ ફિવર મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ધાનેરાના સરકારી દવાખાનાઓની સાથે સાથે તમામ પ્રાઇવેટ દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ધાનેરા રેફરલ હોસ્પીટલ સહીત તાલુકાના તમામ સરકારી હોસ્પીટલોમાં પણ વાયરલ ફિવરના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ધાનેરા તાલુકામાં તમામ દવાખાનાઓમાં 1000 થી વધારે દર્દીઓની ઓપિડી નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...