ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પર શનિવારે સાંજે રાજસ્થાન તરફથી આવતી કારને રોકાવવા જતાં કાર સાઇડના રસ્તેથી ભગાડી મુકતા પોલીસે પીછો કરી લવારા ગામની સીમમાં નાકાબંધી કરવા છતાં ભગાડી મુક્તા પીછો કરીને કાર ઝડપી તેમાંથી 43,760 નો 560 બોટલ દારૂ કબ્જે લીધો હતો પરંતુ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.
પીઆઈ એ.ટી.પટેલની સુચના ને પગલે શનિવારે સાંજે રાજસ્થાન તરફથી આવતી એક નંબર પ્લેટ વગરની કાર આવતી હોવાથી પોલીસે ચેકપોસ્ટ ઉપર ઉભી રખાવવાની કોશિષ કરતાં કાર ચાલકે ભગાડી મુક્તા પોલીસે પીછો કરીને લવારા ચેકપોસ્ટએ નાકાબંધી કરાવી હતી. પરંતુ આ કાર ચાલકે લવારા ચેકપોસ્ટ ઉપર પણ સાઇડના કાચા રસ્તે ઉતારી ભાગવાની કોશિષ કરતાં સામે આવી રહેલ પીકઅપ ડાલાને અથડાતાં પોલીસ પહોંચે તે પહેલા કારના ચાલક તથા સાઇડમાં બેઠેલા બન્ને શખસો ભાગી છુંટ્યા હતા.
પરંતુ પોલીસે આ બન્નેને ઓળખી લીધા હતા અને કારની તપાસ કરતાં દારૂની બોટલ નંગ-560 રૂ.43,760 તથા કારની રૂ.3,00,000 મળી કુલ રૂ.3,43,760 નો મુદ્દામાલ જપ્ત કરીને કારના ચાલક સિધ્ધરાજસિંહ હડમતસિંહ દેવડા તથા બાજુમાં બેઠેલા નગજી હરિસિંહ દેવડા (બન્ને રહે.વિંછીવાડી, ) સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધીને બન્ને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.