કાર્યવાહી:ધાનેરા પાલિકાએ જર્જરિત શીતલ શોપિંગના 166 વેપારીઓને દુકાનો ખાલી કરવા નોટિસ

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક દુકાનો ખાલી નહીં કરાય તો સીલ કરવાની ચીમકી આપી

ધાનેરામાં કોરાના કાળનો મારખાનાર વેપારીઓને દિવાળી સમયે વધુ એક માર સહન કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. દિવાળી સમયે ધાનેરામાં શીતલ શોપિંગ સેન્ટરની દુકાનો ખાલી કરવા 166 વેપારીઓને નોટિસ અપાતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો. ધાનેરામાં વિવાદોમાં સપડાયેલ શીતલ શોપિંગ સેન્ટરનું મકાન જર્જરિત થઈ જતા પાલિકા દ્વારા દુકાનદારોને પ્રથમ અને બીજા માળની દુકાનો ખાલી કરવા અવાર-નવાર નોટિસો પાઠવેલ છે. તેમ છતાં દુકાનદારો દુકાન ખાલી કરતા ન હતા.

સરકારી એન્જિનિયર પણ ચકાસણી બાદ મકાન સલામત ન હોવાનો રિપોર્ટ આપેલ તેથી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ તાત્કાલિક દુકાનો ખાલી કરવા છેલ્લી નોટિસ ફટકારી અન્યથા દુકાનો સીલ કરવાની પણ જાણ કરી છે. જેના કારણે વ્યાપારીઓની દિવાળી બગડી રહી છે. આ બાબતે સુંદરમ સ્ટેશનરી જનરલ સ્ટોરના વેપારી ઈશ્વરભાઈ પટેલએ જણાવ્યું હતું કે ‘દિવાળીનો તહેવાર આવી રહ્યો હોઇ પાલિકા હમણાં નોટિસ મુલત્વી રાખી દિવાળી પછી નિર્ણય લે તે ઇચ્છનીય છે. જો કે સલામતીના ભાગરૂપે પાલિકાએ આ નિર્ણય લીધો છે પરંતુ આટલા સમય અને ખાસ કરીને દિવાળીને સામે જ ન લેવાય તેવી વેપારીઓની વિનંતી છે.’

અન્ય સમાચારો પણ છે...