આયુર્વેદિક સારવાર:ધાનેરાના ગૌ ભક્તો દ્વારા આઇસોલેશન વોર્ડ ઉભો કરી લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરાઈ

ધાનેરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાંથી 300 કરતા પણ વધારે ગૌ વંશને આયુર્વેદિક સારવાર કરાઈ

ધાનેરા ગૌ ભક્તો દ્વારા આઇસોલેસન વોર્ડ ઉભો કરી લમ્પી ગ્રસ્ત ગૌવંશની સારવાર અપાઇ રહી છે. લમ્પી વાઇરસની શરૂઆત થઈ તેની સાથે ધાનેરા ગૌ શાળાના ગૌ ભક્તો સહિત ગૌ પ્રેમીઓ ગૌ માતાને લમ્પી વાઇરસના સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય કે પછી લમ્પી વાઇરસની ઝપેટમાં આવેલા ગૌ વંશની સારવાર કઈ રીતે કરી શકાય તેને લઈ આયોજન પૂર્વક કામ કરતા હતા.

ત્યારે આજે ગૌ વંશને બચાવી શકાયો છે. ધાનેરા શહેરના કોઈ પણ વિસ્તારમાં લમ્પી વાઇરસથી પીડિત ગૌ માતા કે નંદી જોવા મળે તો સ્થાનિક રહીશો ગૌ ભક્તોને જાણ કરે છે. ત્યારબાદ ગૌ ભક્તો ટ્રેકટર દ્વારા લમ્પીગ્રસ્ત ગાયને આઇસોલેશન વોર્ડ સુધી લઈ જઈ તેની સારવાર કરે છે. 15 જેટલા ગૌ ભકતો નિ:સ્વાર્થ ભાવે ગાયોની સેવા કરી રહ્યા છે.

અત્યાર સુધી 300 કરતા પણ વધારે ગૌ વંશ આઇસોલેસન વોર્ડમાં સારવાર લઈ રહી છે. જેમાં 60 જેટલી ગાયો લમ્પી વાઇરસના કારણે મોતને ભેટી છે. લમ્પી વાઇરસથી પીડિત ગાયોને આયુર્વેદિક સારવાર અપાઇ રહી છે. જેના કારણે 90 ટકા જેટલી ગાયો અને નંદી લમ્પી વાઇરસમાંથી બહાર આવી સ્વસ્થ થઇ રહ્યા છે તેમ પૃથ્વિસિંહ ગૌભક્તએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...