આદેશ:ધાનેરામાં મારામારીના કેસમાં બે આરોપીને કોર્ટે છ માસની સજા, રૂ. 1000 દંડ ફટકાર્યો

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાંચ વરસ અગાઉમકાનનું બાંધકામનું કામ ખરાબ કરીએ છીએ એવી અફવા કેમ ફેલાવે છે તેમ કહી મારમારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

ધાનેરા નગરમાં આવેલ તુલસીનગરમાં ગેરેજ ઉપર કામ કરનાર વ્યક્તિને બે શખસોએ આવીને કહેલ કે અમે મકાનનું બાંધકામનું કામ ખરાબ કરીએ છીએ એવી અફવા કેમ ફેલાવે છે તેમ કહી મારમારતા આ બાબતનો કેસ ધાનેરા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીઓને છ માસની સજા અને 1000 રૂપિયા દંડ ફટકાર્યો હતો. આ અંગેની વિગત મુજબ ધાનેરાના તુલસીનગરમાં રહેતા અને ગેરેજનું કામ કરનાર દિનેશભાઈ જવારજી માળીનું મકાન પહાડસિંગ સમર્તાજી રાજપુત અને મુકેશભાઈ મોહનલાલ સુથાર બંને જણાએ બનાવ્યું હતું.

ત્યારબાદ તારીખ 13 એપ્રિલ-17 ના રોજ પહાડસિંગ અને મુકેશભાઇ બન્ને જણા દિનેશભાઇની ગેરેજ ઉપર આવીને કહેવા લાગેલ કે ‘તારું મકાન બનાવ્યું તે સારું નથી બન્યું એવું માર્કેટમાં કેમ કહે છે અને અફવા કેમ ફેલાવે છે’ તેમ કહી દિનેશભાઇને ઢોર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી દિનેશભાઇ માળીએ આ બાબતની ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતનો કેસ પ્રિન્સિપાલ સિવિલ જજ જગદીશભાઈ એસ.પ્રજાપતિની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ મનુભાઈ એમ.સોલંકીએ રજૂઆતો કરતા કોર્ટે તેમની દલીલો માન્ય રાખી આરોપીઓ પહાડસિંગ અને મુકેશભાઇ બન્નેને છ માસની સજા અને 1000 રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ દસ દિવસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...