કામગીરી:ધાનેરાના જર્જરિત શિતલ શોપિંગ સેન્ટરને ઉતારી લેવા કલેકટરના આદેશનું સુરસુરિયું

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ નોટિસ આપવા છતાં દુકાનદારો રિપેરિંગ કે મરામત કરતા નથી

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ શિતલ શોપિંગ સેન્ટર બનાવ્યાને વર્ષો વિતી જતાં આ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે અને અનેકવાર તેના ઉપરથી મલબો નીચે પડતો હોવાના બનાવો બની રહ્યા છે. આ શોપિંગના દુકાન માલિકોને પાલિકા દ્વારા રીપેરીંગ કરવા કે પછી શોપિંગ તોડી નવું બનાવવા માટે નોટીસ આપવામાં આવી છે. તેમજ કલેકટર દ્વારા પણ આ શોપિંગ તાત્કાલિક ઉતારવા માટે કહેવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.

ધાનેરામાં વર્ષો પહેલા ત્રણ માળનું શિતલ શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ અને આ શોપિંગ સેન્ટરમાં 300 જેટલી દુકાનો આવેલ હોવાથી મોટા પ્રમાણમાં લોકોની અવર-જવર રહે છે. પરંતુ આ બિલ્ડીંગ જુનું થયું હોવાના કારણે તેના ધાબા તેમજ સાઇડની દિવાલોના પોપડા ખરીને નીચે પડી રહ્યા છે. ત્રણેક મહીના અગાઉ પોપડા પડતા એક રાહદારીના માથામાં વાગતા તેને સારવાર માટે લઇ જવો પડ્યો હતો. જેથી લોકોએ આ બિલ્ડીંગ બાબતે નગરપાલિકાને પણ રજુઆતો કરી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગના માલિક કે દુકાનદારોને પોતાની દુકાનો જુની હોવાથી તોડી પાડવા માટે નોટીસો પણ પાઠવવામાં આવેલ હોવા છતાં ન હટાવતાં આ બિલ્ડીંગ ક્યારેક મોટી હોનારત સર્જે તેમ ઉભું છે.

તમામ દુકાનદારોને નોટિસ અપાઈ છે
અગાઉ શિતલ શોપિંગના તમામ દુકાનદારોને 24 ક્લાકમાં નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવેલ છે. તેમજ જર્જરીત હોવાના નોટીસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે તેમજ કલેકટર દ્વારા પણ ઉતારવા માટે કહેવામાં આવેલ છે અને અમોએ પણ આ બાબતે તાત્કાલિક ઉતારવા માટે પણ કહી દેવામાં આવ્યું છે.’: રૂડાભાઇ રબારી, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...