કાર્યવાહી:નેનાવા ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી પશુઓ ભરી આવતાં બે વાહન ચાલકો સામે ફરિયાદ

ધાનેરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહારથી પશુઓ ન લાવવા માટે મામલતદારે સુચના આપી

લમ્પી વાયરસના કારણે જિલ્લા કલેકટર દ્વારા પશુઓની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં આવતા પશુ ભરેલા બે વાહનો સામે નેનાવા ચેકપોસ્ટ ઉપર કાર્યવાહી કરીને પશુઓ પરત રાજસ્થાન મૂળ માલિક પાસે મોકલાયા હતા.

લમ્પી વાયરસને લઇ સમગ્ર કલેકટર દ્વારા પશુઓની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી રાજસ્થાનને લગતી તમામ બોર્ડર ઉપર પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવતા રાજસ્થાનથી પશુઓ ભરીને આવતી બે પીકઅપ ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં એક ગાડીમાં બે દેશી ગાય અને બીજી ગાડીમાં એક વાછરડુ અને બે બકરીઓ મળી આવતા પોલીસે ગાડીનં- આરજે-04-જીસી-2749 ના ડ્રાઇવર ધુલેખાન નાગોદરખાન સિંધી (રહે. ધારેજાકી ઢાણી, તા. સેડવા જી. બાડમેર-રાજ) અને ગાડી નં- આરજે-04-જીસી -2558 ના ચાલક ખતરારામ નવલારામ પ્રજાપતિ (રહે. કુંભારોકી ઢાણી, તા. સેડવા જી. બાડમેર-રાજ) ની સામે ગુનો નોધી ગાડીમાં ભરેલ પશુઓને પરત રાજસ્થાન મુળ માલિક પાસે મોકલાવ્યા હતા ગાડી સાથે. આ બાબતે ધાનેરા મામલતદાર મહેશ ગોસ્વામીએ જણાવેલ કે પશુઓની ફેરાફેરી ઉપર હાલ પ્રતિબંધ છે.

અન્ય સમાચારો પણ છે...