ફરિયાદ:ધાનેરામાં ગાડી લઇ ગયા પછી લોન ન ભરનાર બે શખસો વિરુદ્ધ ફરિયાદ

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાડીના માલિકને તારે હપ્તા ભરવા હોય તો ભર પરંતુ ગાડી તને મળશે નહી અને ગાડી દારુ કે અફીણમાં ફેરવીશુંની ધમકી આપી

ધાનેરાના જાડી ગામના એક વ્યક્તિએ પોતાની ગાડી લવાણા ગામના એક શખસને ગાડીના બેન્ક લોનના હપ્તા ભરવાનું લખાણ કરીને આપી હતી. પરંતુ તે શખસે થોડા સમય હપ્તા ભર્યા પછી તે સ્કોર્પીયો ભાભર નવા ગામના શખસને આપી હતી તેને લોન ન ભરતાં ફરિયાદ નોંધાઇ હતી.

જાડી ગામના ઇશ્વરભાઇ હરીભાઇ ચૌધરીની ગાડી વેચવા કાઢતા તે ગાડી લવાણા ગામના ભરતભાઇ અજાભાઇ ગેલોતને વેચાણ આપી હતી અને તેના ઉપર મહિન્દ્રા ફાયનાન્સની લોન હોવાથી ભરતભાઇ ગેલોતને આ ગાડીની લોન વાપરવા આપવા માટે જણાવ્યું હતું અને તેઓ હપ્તા ભરશે તેવું નોટરી પાસે લખાણ કરાવી અને ગાડી આપી હતી.

પરંતુ તેઓએ પણ થોડા સમય પછી તે ગાડી ભાભર નવા ગામના જબ્બરસિંહ સિધ્ધરાજસિંહ રાઠોડને આપી હતી. પરંતુ તેમના દ્વારા કોઇ હપ્તા ન ભરવામાં આવતા મહિન્દ્રા ફાયનાન્સ દ્વારા ઇશ્વરભાઇ પાસે ઉઘરાણીના ફોન આવવા લાગ્યા હતા. તે બાબતે ભરતભાઇ ગેલોતને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે તારે હપ્તા ભરવા હોય તો ભર પરંતુ ગાડી તને મળશે નહી અને દારૂ કે અફિણમાં ફેરવીશું તેવું કહેતા ઇશ્વરભાઇ ગાડી જેની પાસે હતી તેમની પાસે જતાં તેઓએ પણ ઉધ્ધતાઇ ભર્યો જવાબ આપતા ઇશ્વરભાઇએ ભરતભાઇ અજાભાઇ ગેલોત અને જબ્બરસિંહ સિધ્ધરાજસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...