વિવાદ:ધાનેરાના માલોત્રામાં મુંબઈના માણસો પાસે પતાવી દેવાની ધમકી આપી હુમલો

ધાનેરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરા પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ધાનેરાના માલોત્રાના ગજેન્દ્રભાઈ રામજીભાઈ પટેલની ભાણી હીનાબેન તથા ભાણેજ નરેશભાઈના લગ્ન હોવાથી મંગળવારે લગ્નની કંકોત્રી આપવા નીકળેલ ત્યારે પોણા નવેક વાગ્યાના સુમારે ભાટીબ ગામથી ડુંગડોલ ગામ જતા નથાભાઇ પટેલના ખેતર પાસે આવતા એક લાલ કલરની ગાડીએ બ્રેક મારેલ તેમાં દિનેશભાઈ રાતડા, તેમના પિતાજી જગાભાઈ રાતડા, દેવાભાઈ ઘુળીયા તેમજ એક શખ્સ આવીને કહેવા લાગ્યા કે, તે કેમ અમારા ઉપર ખોટી ફરિયાદ કરાવેલ છે તું મારી નજરમાં છે અને હું તને છોડીશ નહીં અને મુંબઈના માણસો પાસે તને ગમે ત્યારે પતાવી દેવડાવીશ તેમ કહી અપશબ્દો બોલી ગાડીનો દરવાજો ખોલી ગજેન્દ્રભાઈને બહાર કાઢેલ અને નીચે પાડેલ અને ગાડીમાંથી લોખડની પાઇપ વડે ગજેન્દ્રભાઈને મારવા આવ્યા

ત્યારે ભત્રીજાએ વચ્ચે પડતા તેના હાથના ભાગે લાગેલ ત્યારબાદ તમામ શખ્સોએ ગજેન્દ્રભાઈને માર મારવા લાગેલ ત્યારે બુમાબૂમ થતા દૂરથી કોઈ વાહન આવતું જોઈ આવેલ શખ્સો હથિયાર સાથે ગાડી લઈને ભાગી ગયેલા ત્યારબાદ ગજેન્દ્રભાઈ રામજીભાઈ પટેલે ધાનેરા પોલીસ મથકે દિનેશભાઇ જગાભાઈ રાતડા, જગાભાઈ રૂપાજી રાતડા, દેવાભાઈ કરમીભાઈ રાતડા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...