કાર્યવાહી:થાવરમાં 20 વર્ષથી તબીબની ડિગ્રી વિનાનો ખાનગી પેક્ટીસ કરતો ઊંટવૈદ્ય ઝડપાયો

ધાનેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીમે થાવરથી બોગસ શખ્સને ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
ટીમે થાવરથી બોગસ શખ્સને ઝડપી પાડ્યો હતો.
  • દવાઓ તેમજ સાધનો સહિત જપ્ત કરી શખ્સને પોલીસને સોંપ્યો

ધાનેરાના તાલુકા આરોગ્ય અધિકારી તથા તેમની ટીમે થાવર ગામે ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બની બેઠેલા ડોક્ટરને ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. ડીડીઓ સ્વપ્નિલ ખરે દ્વારા ઘણા ગામોમાં બોગસ તબીબ પ્રાઈવેટ પ્રેકટીસ કરતા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી.

ત્યારે ગુરુવારે ધાનેરાના તાલુકા હેલ્થ ઓફીસર લક્ષ્મીકાંત એન.સોમાણીએ તપાસ કરતાં થાવર ગામે જોયતાભાઈ પાતાભાઈ પટેલ (રહે.ભીલવાસ થાવર,તા.ધાનેરા) ના મકાનમાં ભાડેથી રમેશભાઈ પ્રભાષભાઈ બિશ્વા ઉર્ફે રમેશ બંગાળી (રહે-થાવર) છેલ્લા 20 વર્ષથી ખાનગી પ્રેકટીસ કરે છે.

જેથી એક આયુષ મેડીકલ ઓફીસર તથા તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ દેવાભાઈ બી. રજ્યા થાવર ગામે પહોચી રમેશભાઈ પ્રભાષભાઈ બિશ્વાને ત્યાં પહોચતા તે પ્રેકટીસ કરતો જોવા મળ્યો હતો.તેની પાસે તબિબી લાયકાતની ડીગ્રી અંગેના સર્ટી માંગતા તેમના પાસે કોઇ પણ જાતનુ ડીગ્રી સર્ટીફીકેટ મળી આવ્યું નહી.

છેલ્લા ઘણા સમયથી થાવર ગામે તબિબી પ્રેકટીસ કરી દવાખાનુ ચલાવુ છુ તેના દવાખાનામાં તપાસ કરતાં અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ તબિબી સાધનો પણ મળી આવ્યા હતા. જેથી તાલુકા આરોગ્ય અધિકારીની ટીમે તમામ સાધનો, દવાઓ સાથે ડીગ્રી વગરના ડોક્ટરને પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...