આરોગ્ય અધિકારી ડો.ફેન્સીનું કૌભાંડ:તમામ CHO ના નામે દવાની ખોટી ખરીદી બાબતે તપાસનો ધમધમાટ

ધાનેરાએક દિવસ પહેલા
  • કૉપી લિંક

જીલ્લામાં તત્કાલિન જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ફેન્સી દ્વારા જરૂરીયાત વગર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે મોટા પ્રમાણમાં દવાની ખરીદી કરવામાં આવી હતી અને તે દવા આવ્યા સિવાય 22 લાખથી પણ વધારે દવાનું પેમેન્ટ પણ બારોબાર કરી દેવામાં આવેલ અને ડુપ્લીકેટ બીલો બનાવીને દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. નાંણા વિભાગને રજુઆત કરાતાં તેની તપાસ માટે આરોગ્ય વિભાગને સુચના આપવામાં આવતા તપાસ શરૂ કરાઈ છે.

તપાસના આદેશ આપવામાં આવ્યા છે
ડીડીઓ દ્વારા તટસ્થ તપાસ કરવા માટે જણાવતા પત્ર નં-આરોગ્ય/કે-7/બોગસ તબીબ/તપાસ/વશી 162 થી 164/2011 તા.01/08/2022 થી આર.સી.એચ.ઓ. અને કયુ.એમ.ઓ.ને આ ખરીદી બાબતે ટીમ બનાવી તપાસ કરવા માટે લેખીતમાં આપેલ છે. ટીમમાં ફાર્માસિસ્ટ, CHO અને N.H.M. ના કર્મચારી એમ સંયુક્ત ટીમ રચાઇ છે અને તે તપાસ કરીને સાત દિવસમાં રીપોર્ટ કરવા માટે ખાસ જણાવ્યું છે: ડો.એસ.એમ.દેવ (જિ. આરોગ્ય અધિકારી)

અન્ય સમાચારો પણ છે...