શુક્રવારે મધરાતે દિયોદર હાઇવે વિસ્તારની તિરૂપતિ સોસાયટીમાં પરિવારજનો સૂઈ રહ્યા હતા ત્યારે તસ્કરો મકાનમાં પ્રવેશ કરી ડ્રોવરમાંથી રોકડ દાગીના મોબાઇલની ચોરી કરી નાશી છૂટયા હતા. દિયોદર તિરૂપતિ સોસાયટીમાં રહેતા વાસુદેવ રસિકલાલ વ્યાસ તેમના પરિવારજનો સાથે બહારગામ ગયા હતા. જેઓ શુક્રવારે સાંજના સમયે પરત આવી ગયા હતા ત્યારબાદ તેઓ તેમના ઘરે તેમના બેન બનેવી સાથે મળવા આવેલ હતા
જેઓ પરિવાર સાથે શુક્રવારે રાત્રીના સમયે ભોજન પાણી કરી સૂતા હતા ત્યારે મધરાતે મકાનમાં પ્રવેશ કરી અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોવરના ખાનામાંથી રોકડ રૂ. સોનાની બુટ્ટી મોબાઈલ વગેરે મળી અંદાજે રૂ.81000 ના મુદ્દામાલની ચોરી કરી નાશી છૂટયા હતા સવારે પરિવારજનોને જાણ થતા ચોકી ઉઠયા હતા.
પંથકમાં થોડાક દિવસ અગાઉ જલારામ પાર્ક સોસાયટી તેમજ નવી બજાર વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીના બનાવો બનવા પામે છે ત્યારે સમયાંતરે બનતા ચોરીના આ બનાવોથી પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે વાસુદેવ રસિકલાલ વ્યાસએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.