પહેલ:મકડાલાના ગ્રામજનો શુભ પ્રસંગે ગૌશાળામાં અનુદાન કરશે

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકડાલાના ગ્રામજનો ગૌદાન કરી પ્રસંગને યાદગાર બનાવશે

દિયોદના મકડાલા ગ્રામજનો દ્વારા શનિવારે ગામમાં નવી પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે હવે પછી ગામમાં કોઈના ઘરે નાનો કે મોટો શુભ પ્રસંગે હશે તો ગામની ગૌશાળામાં પણ યથાશક્તિ મુજબ દાન કરશે.

મકડાલા ગામે ગત રવિવારના દિવસે માવજીભાઈ ચમનાજી ચૌધરી (કાંદળી) ના ઘરે હનુમાન દાદાની તિથિ નિમિતે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે માવજીભાઈ ચૌધરી દ્વારા મકડાલા ગામ માં આવેલ ગૌશાળામાં 5100 નું અનુદાન કરવામાં આવ્યું હતું.હવે પછી ગામમાં કોઈ પણ વ્યક્તિના ઘરે શુભ પ્રસંગે હોય તો જે વ્યક્તિએ યથાશક્તિ મુજબ બજરંગ ગૌશાળામાં અનુદાન કરવું એવું નક્કી કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...