ચોરી:દિયોદરના રવેલમાં 5 મંદિરોમાં રૂ.96 હજારના મત્તાની તસ્કરી

દિયોદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી

દિયોદર તાલુકાના રવેલ જૂના ગામે સોમવારે રાત્રિના સમયે પાંચ અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવો બન્યા હતા. જે અંગે વહેલી સવારે પૂજારી, ગ્રામજનોને જાણ થતાં ચોકી ઉઠ્યા હતા. આ અંગે દિયોદર પોલીસ મથકે 96 હજારની ચોરીનો ગુનો નોંધાયો હતો.

દિયોદર તાલુકાના રવેલ જૂના ગામે સોમવારે રાત્રિના સમયે ક્ષેત્રફળ દાદાનું મંદિર, અંબાજી માતાનું મંદિર, ગોગા મહારાજનું મંદિર, ચામુંડા માતાનું મંદિર, મહાકાળી માતાનું મંદિર વગેરે મંદિરો ખાતે નાના-મોટી ચોરી થવા પામી હતી.

જ્યારે આ અંગે મંગળવારે સવારે પૂજારી ગ્રામજનો દર્શનાર્થીઓને જાણ થતાં મંદિરો ખાતે ગ્રામજનોના ઉમટ્યા હતા.આ અંગે રવેલ જુના ગામના સરપંચ પુનાજી ગગાજી વૃસાદર દ્વારા જાણ કરાતા દિયોદર પોલીસે ક્ષેત્રપાળ દાદા ના મંદિરે ચાંદીના 17 વગેરે આભૂષણો મળી 96000 ની ચોરીનો ગુનો નોધી આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...