હેરાનગતિ:લવાણાના શિક્ષકે 3 લાખ વ્યાજે લીધા, 10.71 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની હેરાનગતિ

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લવાણાના વ્યાજખોર સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાયો

વડગામ તાલુકાના જોઇતા ગામના અને લાખણીના લવાણા ગામે વિનય મંદિર હાઇસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે નોકરી કરતાં યુવકએ 2020ની સાલમાં તેના લગ્ન પ્રસંગે દિયોદરના વ્યાજખોર પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા. આ શિક્ષકએ એક વર્ષમાં રૂપિયા તેમજ પત્નીના સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 10.71 લાખ આપ્યા છતાં વ્યાજખોર હેરાન કરતાં શિક્ષકના પિતાએ વ્યાજખોર સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લાખણી તાલુકાના લવાણા ગામે વિનય મંદિર હાઇસ્કુલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા સિધ્ધરાજસિંહ ગણપતસિંહ ચાવડા (રહે.જોઈતા,તા.વડગામ) એ વર્ષ 2020 ની સાલમાં તેમના લગ્ન પ્રસંગ હોવાથી લવાણા ગામના પ્રકાશભાઈ અણદાભાઈ પઢીયાર (રાજપુત) પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજથી લીધા હતા. ત્યારબાદ વર્ષ 2021 સુધી વ્યાજે નાણાં લેનાર સિધ્ધરાજસિંહ દ્વારા પ્રકાશભાઈ રાજપૂતને અવારનવાર રૂપિયા આપી તેમજ તેમના પત્નીના સોનાના ઘરેણાં આપી કુલ રૂપિયા 10 લાખ 71 હજાર રૂપિયાની રોકડ તેમજ દાગીના આપ્યા બાદ પણ પ્રકાશભાઈ રાજપૂત દ્વારા હજુ સુધી વ્યાજની માંગણી કરી માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.

ત્યારે કંટાળીને વ્યાજે નાણાં લેનાર સિધ્ધરાજસિંહના પિતા ગણપતસિંહ કકુશીહ ચાવડા (રહે.જોઈતા, તા.વડગામ) એ દિયોદર પોલીસ મથકે શુક્રવારે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશભાઈ અણદાભાઈ પઢીયાર સામે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ બનાવથી દિયોદર પંથકના વ્યાજખોર તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...