રજૂઆત:દિયોદરમાં ખેડૂતોને પાણી અપાવવા હૈયાધારણાં આપતાં ધરણાં સમેટાયા

દિયોદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણી આપવાની ખાતરી મળતાં રાત્રે ધરણાં સમેટાયા હતા. - Divya Bhaskar
પાણી આપવાની ખાતરી મળતાં રાત્રે ધરણાં સમેટાયા હતા.
  • આગામી 72 કલાક સુધી જો પાણી કેનાલમાં શરૂ નહીં થાય તો પુનઃ ધરણાં પર બેસવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી

દિયોદરની કેનાલમાં પાણી છોડવા પાંચ તાલુકાના ખેડૂતોએ બુધવારે સણાદરથી રેલી યોજી મામલતદાર કચેરીએ ધરણાં પર બેઠા હતા. ત્યારે મોડી રાત્રે દિયોદર મામલતદાર દ્વારા અમો ઉચ્ચકક્ષાએ યોગ્ય રજૂઆત કરી પાણી બને તેટલું અપાવવાનો પ્રયત્ન કરીશું તેમજ બુકોલી પાસે જે પાણીનું નાળું તૂટેલું છે તે રીપેરીંગ કરી કોન્ટ્રાક્ટ આપી સત્વરે પાણી આપવાની હૈયાધારણા આપતા ધરણાં સમેટાયા હતા. મોડી રાત્રે દિયોદર મામલતદાર દ્વારા ધરણાં પર બેઠેલા ખેડૂતોને હૈયાધારણ આપી કે વર્તમાન સમયે કેનાલોમાં પાણી ઓછું છે.

છતાં ઉચ્ચકક્ષાએ યોગ્ય રજૂઆત કરી પાણી બને તેટલું અપાવવાનો પ્રયત્ન કરીશું તેમજ બુકોલી પાસે જે નાળું તૂટેલું છે તે રીપેરીંગ કરી કોન્ટ્રાક્ટ આપી સત્વરે પાણી આપવાની હૈયાધારણ આપતાં રાત્રે એક વાગે ધરણા સમેટાયા હતા.અમરાભાઇ પટેલ દ્વારા જણાવ્યું હતું કે 72 કલાક સુધી જો પાણી કેનાલમાં શરૂ નહીં થાય તો પુનઃ ધરણાં પર બેસીશું.

અન્ય સમાચારો પણ છે...