દિયોદર જીઆઇડીસી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી તસ્કર ગેંગ ત્રાટકી જીઆઇડીસી માં વિવિધ વ્યવસાયના ગોડાઉનમાં ઓફિસોમાં તોડફોડ કરી રોકડની ચોરી કરી પલાયન થઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.
દિયોદર જીઆઇડીસી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ઘારી તસ્કરો દ્વારા ગોડાઉનમાં પ્રવેશ કરી બારી બારણાં નકુચા શટર તોડી ઓફિસમાં પ્રવેશ કરી તિજોરી લોક તોડી રોકડની ચોરી કરી પલાયન થઈ જતાં જીઆઇડીસી વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
બુધવારે રાત્રે દિયોદર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સ્ક્રેપ શિવ શક્તિ સોમીલ ભવાની ઇલેક્ટ્રીક રતન મસાલા વગેરે ગોડાઉન ધારકોના ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે જીઆઇડીસીના ગોડાઉન સંચાલકો દ્વારા દિયોદર પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ભાભરની સ્કૂલના સીસીટીવી કેમેરામાં ચોર કેદ થયા
ભાભરમાં ત્રાટકેલી ચડ્ડી બનિયાન ધારી ટોળકીએ જુદાજુદા સ્થળોને નિશાન બનાવ્યા હતા. જે ટોળકી મધરાત્રે લિબર્ટી સ્કુલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. શહેરમાં ચોરીઓ અટકાવવા માટે પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.