રાહત:દિયોદરમાં જરૂરિયાતમંદ 110 લોકોને રાહતના પ્લોટ અપાતાં ખુશીની લહેર

દિયોદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિયોદર-બોડા રોડ પર ત્રણ એકર જમીનમાં 134 મકાનો આકાર પામશે

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઘરવિહોણાને ઘર અંતર્ગત દિયોદર ગામ ખાતે વિચરતા સમુદાય તેમજ ગરીબ પરિવારના 110 પરિવારોને રહેણાંકના મફત પ્લોટ પ્રથમ તબક્કે દિયોદર-બોડા રોડ પર ગામ તળ નિમ કરી ગુરુવારે હુકમ આપવામાં આવ્યા હતા. પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા તેમજ વર્તમાન સરપંચ કિરણકુમારી વાઘેલા દ્વારા સરકાર સમક્ષ માંગણી કરી દિયોદર-બોડા રોડ પર ત્રણ એકર ગામ તળ જમીન નીમ કરી હતી. જેમાં 650 ફૂટના 134 પ્લોટ મંજૂર કરાયા હતા.

જે પૈકી 110 પરિવારોને ગુરુવારે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્લોટોના હુકમ આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં પ્રત્યેક ઘર દીઠ 1.20 લાખ ફાળવી મકાન બનાવી આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર એચ.આર.મકવાણા, ટીડીઓ બી.કે.શ્રીમાળી, સરપંચ કિરણકુમારી વાઘેલા, તલાટી ભલજીભાઈ રાજપૂત, ડે.સરપંચ અરજણજી ઠાકોર, જે.બી.દોશી, મહંમદ હુસેન મેમણ, ભરતભાઈ સોનપુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...