આજીવન કેદ:ભાભરના ઉજ્જનવાડા ગામમાં કૌટુંબિક બનેવીના હત્યારા સાળાને આજીવન કેદ

દિયોદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત વર્ષ અગાઉ પત્નીને તેડવા બાબતે વિવાદ થતાં ઘારીયું મારી હત્યા કરી હતી

ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે વર્ષ 2014 માં પરિણીતાને તેડવા બાબતે બે વેવાઈ પરિવારો વચ્ચે વિવાદ સર્જાતા ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક સાળાએ બનેવીને ધાર્યું મારતા મોત થયું હતું. જે અંગે દિયોદર એડિશનલ સેશન કોર્ટે શનિવારે આરોપીને આજીવન કેદ તેમજ દસ હજારનો દંડ ફટકાર્યો હતો.

ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે ગત તારીખ 18 ઓગષ્ટ-2014 ના રોજ ભાનુબેન શ્રીરામભાઈ રાવલએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે 18 ઓગષ્ટ-2014 ના રોજ મારી નણંદ કમુબેનને તેડવા માટે તેમના સાસરી પક્ષ શિરવાડા ગામેથી વિષ્ણુભાઈ શ્રીરામભાઈ જોશી, કાળુભાઈ મણીલાલ જોશી, દિલીપભાઈ સોમાભાઈ જોશી (રહે.શિરવાડા-કાંકરેજ) તેડવા માટે આવ્યા હતા.

ત્યારે તેડવા બાબતે વિવાદ સર્જાતા ખેતાભાઈ ગણેશભાઈ રાવલ (રહે.ઉજ્જનવાડા,તા. ભાભર) એ ઉશ્કેરાઈ જઈ વિષ્ણુભાઈ શ્રીરામભાઈ જોશી (રહે.શિરવાડા) ને ધાર્યું મારતા મોત થવા પામ્યું હતું. જે અંગેનો કેસ નંબર 231/15 દિયોદર એડિશનલ સેશન કોર્ટ ન્યાયાધીશ કે.એસ.હિરપરાની કોર્ટમાં શનિવારે ચાલી જતા જેમાં તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા આ કેસમાં સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલો રાખી ખેતાભાઇ ગણેશભાઈ રાવલ (રહે.ઉજ્જનવાડા, તા.ભાભર) ને ખૂનના ગુનામાં આજીવન કેદ તેમજ દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. તેમજ આ ગુનામાં અન્ય ચાર આરોપીને નિર્દોષ મુક્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...