ભાભર વિસ્તારમાંથી 12 વર્ષ અગાઉ સગીરા ગુમ થઇ હતી. જેની ફરિયાદ ભાભર પોલીસ મથકે નોંધાઇ હતી. ભાભર પોલીસે તપાસ કરતાં એક શખસ સગીરાને લગ્નની લાલચ આપી સુરત લઇ જઇ તેની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હતો. જે કેસ શનિવારે દિયોદરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો.જેને લઈ સોપો પડી ગયો હતો. ભાભર વિસ્તાર માંથી તા.27 ઓગષ્ટ- 2010 ના રોજ એક સગીરા ગુમ થઇ હતી. જે અંગે સગીરાના પિતાએ ભાભર પોલીસ મથકે સગીરા ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જે અંગે ભાભર પોલીસે તપાસ કરતા નરેન્દ્રસિંહ સામંતસિંહ રાઠોડ નામનો શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી સુરત લઇ જઈ તેની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધો બાંધતા અને ભોગ બનનાર સગીર હોય તે અંગેની ચાર્જસીટ શિહોરી સિપાઈ પોક્સો એકટ મુજબ દાખલ કરી હતી.
આ ગુના અંગેનો કેસ દિયોદરની એડીશનસ સેન્સ જજ કે.એસ.હિરપરાની કોર્ટમાં શનિવારે ચાલી જતા આ કેસમાં સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી તમામ પુરાવા આરોપી વિરોધમાં હોઇ પોક્સો એક્ટના ગુનામાં કશુરવાર ઠેરવવામાં આવ્યો હતો. આ ગુનામાં દશ વર્ષની કારાવાસ અને દશ હજારનો દંડ અને પોસ્કો એકટ મુજબ કશુરવાર ઠેરવી તેમાં પણ દશ હજારનો દંડ ફટકાર્યો હતો. આ આરોપીને કુલ વીસ હજારનો દંડ અને દશ વર્ષની સજા દિયોદરની સેશન કોર્ટમાં આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.