અકસ્માત:દિયોદરના રૈયા ગામે વીજ કરંટ લાગતાં યુવકનું મોત

દિયોદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક ઘરે વોશિંગ મશીનનું પ્લગ રિપેર કરતા આકસ્મિક રીતે વીજકરંટ લાગ્યો

મૂળ કચ્છ-ભુજના ખેગારપુર ગામનો આહીર પરિવાર દિયોદર તાલુકાના રૈયા ગામે રહે છે. ત્યારે રવિવારે સવારના સમયે આહિર પરિવારનો બે બહેનો વચ્ચેનો એકનો એક દીકરો ઘરે વોશિંગ મશીનનું પ્લગ રિપેર કરતા આકસ્મિક રીતે વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું.

રૈયા નવાવાસમાં રહેતા અને મૂળ કચ્છ-ભુજના ખેગારપુર ગામના આહીર પરિવાર બોરવેલની રીંગની કામગીરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે રવિવારે સવારના સમયે આહિર પરિવારનો એકનો એક દીકરો અમિત રણછોડભાઈ આહીર (ઉં.વ.18) રૈયા નવાવાસ ગામે પોતાના ઘરે વોશિંગ મશીનનું પ્લગ રિપેર કરતા આકસ્મિક રીતે વીજકરંટ આવતા સારવાર અર્થે દિયોદર ખસેડાયો હતો. જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...