પરીવારજનોમાં ખુશી:દિયોદરના સુરાણા ગામની મહિલાને ચાર દીકરીઓ પછી એકસાથે ત્રણ દીકરા અવતર્યા

દિયોદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિયોદર તાલુકાના સુરાણા ગામની ચંદ્રિકાબેન દિનેશભાઈ પરમાર (ઉં.વ.37) મહિલાને અગાઉ ચાર પ્રસૂતિ દરમિયાન દીકરીઓ અવતરી હતી. ત્યારે પાંચમી પ્રસૂતિમાં દિયોદર ખાનગી દવાખાને લાવવામાં આવ્યા હતા. જેઓને શનિવારે સવારે પ્રસૂતિ થતાં ત્રણ દીકરાઓને એકસાથે જન્મ આપતા પરીવારજનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે ડૉ.હસમુખભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ‘પાંચમી ડિલિવરી નોર્મલ થવા પામી હતી. જ્યારે મહિલાએ ત્રણ દીકરાઓને જન્મ આપ્યો છે. માતા અને ત્રણે દીકરાઓના સ્વાસ્થ્ય તંદુરસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...