ભીલડી પંથકમાં ધોધમાર વરસાદ:આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, લોકોએ ગરમીથી રાહત અનુભવી

ડીસા21 દિવસ પહેલા

ડીસા તાલુકાના ભીલડી પંથકમાં આજે મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. જ્યારે આગામી બે દિવસ સુધી હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેસરની સ્થિતિ સર્જાતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસાદની શક્યતાઓ વધી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ભારે ઉપલાટ અને બફારાથી લોકો પરેશાન થઈ ગયા હતા. તે દરમિયાન આજે મોડી સાંજે ડીસા તાલુકાના ભીલડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ચો તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. ડીસા તાલુકામાં આ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 130 ટકા જેટલો વરસાદનો નોંધાયો છે. હજુ પણ આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...