રવિવારે વહેલી સવારે વાઘરોલની મહિલાને ડાયાબીટીસ વધી જતાં બેભાન અવસ્થામાં થઈ ગઈ હતી. આથી 108 ની ટીમે ઘટના સ્થળે દોડી જઈ ફીઝીશીયન તબિબના માર્ગદર્શન હેઠળ મહિલાને સારવાર આપી નવજીવન બક્ષ્યું હતું.
દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના હીરાબેન મગનભાઈ જંગરાલા (ઉં.વ.35) ને રવિવારે વહેલી સવારે છ એક વાગ્યાના સમયે ડાયાબિટીસ ખુબ જ વધી જવાથી બેભાન થઇ ગયા હતાં. આથી સ્થાનિક દશરથભાઈએ તાત્કાલિક 108 પર ફોન લગાડીને માહિતી આપી હતી.
આથી દાંતીવાડા 108ની ટીમ વાઘરોલ ગામમાં ઘટના સ્થળ પર પહોંચે છે ત્યારે 35 વર્ષના હીરાબેન જંગરાલા અર્ધબેભાન હાલતમાં સુતેલા જોવા મળ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દાંતીવાડાના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મેહુલભાઈ બાજગ તથા પાઇલોટ ચેહરાજી સોલંકીએ સ્થળ પર પહોંચીને તપાસ કરતા માલુમ પડ્યું કે 35 વર્ષના બેનને ડાયાબિટીસની તકલીફ હોઈ અને અત્યારે એમનું બ્લડ સુગર લેવલ લગભગ 400 ની નજીક પહોંચી ગયું હતું. આથી 108 એમ્બ્યુલન્સના ઓનડ્યુટી સ્ટાફ તાત્કાલિક દર્દીને એમ્બ્યુલન્સમાં લઈને સારવાર ચાલુ કરી હતી
કેસ ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સના ઈએમટી મેહુલભાઈ બાજગએ 108 અમદાવાદ હેડ ઓફીસ સ્થિત ફિજીશિયન ડૉ.ભાવિકભાઈ સાથે સલાહ સુચન કરી તેમની સલાહ મુજબ ઓક્સિજન અને જરૂરી ઇન્જેક્શન તથા ટ્રીટમેન્ટ આપી હતી અને સાથે સાથે દર્દીને આશ્વાસન આપતા આપતા સિવિલ હોસ્પિટલ પાલનપુર લઇ ગયા હતાં. યોગ્ય સારવાર મળતા દર્દીને રાહત થતાં ભાનમાં આવી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.