ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિ પર્વ. સમગ્ર પરિવાર સાથે રહીને ઉજવણી કરતો હોવાથી. નવી પેઢીમાં ધર્મભાવના જાગૃત થાય તે હેતુથી અગાસી પર હનુમાન ચાલીસા વગાડવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા ડીસાના ધારાસભ્યએ અપીલ કરી છે.
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સોશિયલ મીડિયા મારફત લોકોને મકરસક્રાંતિ પર્વ પર અગાસીમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા તેમજ હનુમાન ચાલીસા વગાડવા અપીલ કરતો વીડિયો વાયરલ કર્યો છે. આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિનો પર્વ એક એવું પર્વ છે કે જેમાં સમગ્ર પરિવાર, અબાલ વૃદ્ધ આડોશી પાડોશીઓ સૌ સાથે મળીને તહેવાર ઉજવતા હોય છે. જેમાં આધુનિક યુગ પ્રમાણે લોકો ધાબા પર લાઉડ સ્પીકર, ડીજે વગેરે વગાડતા હોય છે.
લોકોમાં ધર્મભાવના જાગૃત થાય અને નવી પેઢી તેમજ બાળકોમાં ધાર્મિક વૃત્તિ જાગ્રત થાય તે હેતુથી સંકટ મોચન શ્રી હનુમાન દાદાજીનો પાઠ તેમજ હનુમાન ચાલીસા વગાડી ધાર્મિકવૃતિ સાથે પર્વ મનાવે તે હેતુથી અપીલ કરી છે. યોગાનું યોગ આ ઉતરાયણનો દિવસ શનિવાર હોવાથી હનુમાન ચાલીસાના પાઠ લોકો અવશ્ય કરે તો માનસિક પારિવારિક શાંતિ સાથે આવનારી પેઢીમાં પણ ધાર્મિક ભાવના જાગૃત બને તેમ છે. લોકોએ હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાન ચાલીસા વગાડતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી વધુમાં વધુ જાગૃતતા ફેલાવવા પણ તેમણે અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.