અબોલ પશુઓનો જીવ બચ્યો!:ડીસામાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ 500 પશુઓના જીવ બચાવ્યા; કતલખાને જતા બચાવેલા ઘેટા-બકરાને ડીસા-રાજપુર પાંજરાપોળને સોંપ્યા

ડીસા19 દિવસ પહેલા

બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા ઘેટા-બકરા ભરેલી બે ટ્રક ઝડપાઈ હતી. જેમાં બચાવેલા પશુઓને રખ રખાવ માટે ડીસા રાજપુર પાંજરાપોળને સોંપવામાં આવ્યા છે.

પાલનપુર-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે ઘેટા-બકરા કતલખાને લઈ જતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જીવદયા પ્રેમી સંજય પ્રજાપતિ અને વિશાલ પંચાલ એરોમાં સર્કલ પાસે હતા. તે સમયે રાજસ્થાનના આબુરોડ તરફથી અમદાવાદ તરફ કતલખાને પશુઓ ભરેલી બે ટ્રકો જઈ રહી હોવાની માહિતી મળી હતી. તે દરમ્યાન .આબુરોડ તરફથી આવી રહેલી બે શંકાસ્પદ ટ્રકો રોકાવી તેમાં તલાસી લેતા ઘેટા બકરા ભરેલા હોવાનો જણાયું હતું. જેથી તેઓએ ઘેટા બકરા ભરેલી બંને ટ્રકો પોલીસ મથકે લઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ડીસાના મહિલા વકીલ અને જીવદયા પ્રેમી હીનાબેન ઠક્કર પણ તાત્કાલિક પાલનપુર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગત જાણી ગેરકાયદેસર રીતે ઘેટા બકરાને કતલખાને લઈ જતા ટ્રક ચાલક સાહેદખાન મલેક અને રમજાનખાન શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાં ખીચોખીચ ભરેલા 7 ઘેટા બકરાના મોત થયા હતા. જ્યારે 500 જેટલા ઘેટા બકરાને બચાવી લેવાયા હતા અને બંને ટ્રક ચાલકોની અટકાયત કરી અંદાજિત અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ બચાવેલા 500 જેટલા પશુઓને રખરખાવ માટે ડીસા રાજપુર પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...