ડીસા શહેર દક્ષિણ પોલીસે રાત્રે દારૂ પીધેલા શખ્સોને ઝડપવાની ડ્રાઇવમાં રાજસ્થાનના બે શખ્સોને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સહિતની ટીમે શહેરમાં પેટ્રોલિંગ ગોઠવ્યું
31 ડિસેમ્બરની ઉજવણીને લઇ દારૂની રેલમછેલ ન થાય તેમજ દારૂ પીને ફરતા લોકો દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચનાથી ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ સહિતની ટીમે શહેરમાં પેટ્રોલિંગ ગોઠવ્યું હતું.
રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી
જેમાં મોડી રાત્રે ડોલી વાસ ઢાળમાં બે શખ્સો શંકાસ્પદ રીતે જતા હોય તેમને પકડી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આથી પોલીસે તેમની અંગઝડતી કરતા બંને પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી. પોલીસે પિસ્તોલ સાથે ઝડપાયેલા રાજસ્થાનના તનસિંહ ગુલાબસિંહ ચૌહાણ રાજપુત તેમજ હમીરસિંહ ભવરસિંહ રાઠોડ રાજપુતની અટકાયત કરી હતી. તેમજ પિસ્તોલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. થર્ટી ફર્સ્ટની રાતે દારૂ પીધેલાઓને પકડવાની ઝુંબેશમાં પોલીસે પિસ્તોલ સાથે બે ને ઝડપ્યા હતો. બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.