ઘટના સ્થળે ટોળા એકઠા થયા:ડીસામાં બે બાઈક સામસામે ટકરાતાં બન્ને ઈજાગ્રસ્ત; ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં રત્નાકર સોસાયટી પાસે રાત્રે બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઈક સવારને ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ડીસામાં મોડી રાત્રે રત્નાકર સોસાયટી પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઈક ચાલક યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાળાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બંને બાઈક ચાલક યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર લીધા બાદ ઇજા વધુ હોવાથી બંને યુવકોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...