હોળીના દિવસે જ ચોમાસા જેવી સ્થિતિ:ડીસામાં હવામાનમાં પલટો આવતા કરા સાથે ધોધમાર વરસાદ, શહેરના મુખ્યમાર્ગો પાણીથી તરબોળ થયા

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા પંથકમાં પણ મોડી સાંજે હવામાનના પલટા સાથે કડાકા ભડાકા સાથે બરફના કરાનો વરસાદ થયો હતો. હોળીના દિવસે જ કમોસમી માવઠુ થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે સમગ્ર વિશ્વમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર ઋતુઓ અને વાતાવરણ પર થાય છે. શિયાળો હોય કે ઉનાળો ગમે ત્યારે કમોસમી માવઠુ થતા લોકોના જાનમાલને ભારે નુકસાન થાય છે. કમોસમી માવઠાની સૌથી વધુ અસર ખેતી પર જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાંચ અને છ તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

જે મુજબ ગઈકાલે ડીસામાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા બાદ આજે મોડી સાંજે વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે બરફના કરાનો વરસાદ શરૂ થયો હતો. સતત 20 મિનિટ સુધી બરફના કરાનો વરસાદ થતાં શહેરના માર્ગો પાણીથી તરબોળ થયા હતા. જ્યારે હોળી તહેવારના દિવસે જ કમોસમી વરસાદ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ લોકોએ બરફના કરાના વરસાદની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...