પિતા બાદ હવે પુત્ર ચૂંટણી લડશે:ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સંજય દેસાઈને ટિકિટ; 'ડોર ટુ ડોર' પ્રચાર શરૂ કરી મતદારોને મત આપવા જણાવ્યું

ડીસા25 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં ડીસાના ઉમેદવાર તરીકે સંજય ગોવા દેસાઈને ટિકિટ આપતાં સંજય દેસાઈએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યાં હતાં અને 'ડોર ટુ ડોર' જઈ મતદારોને રૂબરૂ મળી કોંગ્રેસના કાર્યો જણાવી પોતાને મત આપવા જણાવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય ગોવાના પુત્ર સંજય રબારી
કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં બનાસકાંઠા જિલ્લામાંથી એકમાત્ર ડીસાની બેઠક જાહેર કરી છે. જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાના પુત્ર સંજય રબારીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે સંજય રબારીએ કોંગ્રેસ કાર્યકરો સાથે પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. સંજય રબારીએ ડીસામાં સૌપ્રથમ શહેરી વિસ્તારમાં 'ડોર ટુ ડોર' જઇ મતદારોને રૂબરૂ મળી પ્રચાર શરૂ કર્યો હતો.

પિતાએ કરેલા કાર્યો જણાવી મત આપવા અપીલ
જેમાં પ્રથમ દિવસે ડીસાના શિવ નગર ટેકરાં વિસ્તારમાંથી પ્રચાર કરી સંજય રબારીએ ઘરે ઘરે જઈ વડીલોના આશીર્વાદ સાથે કોંગ્રેસના કાર્યો જણાવી તેમજ તેમના પિતાએ કરેલા કાર્યો જણાવી પોતાને મત આપવા અપીલ કરી હતી. ઉમેદવાર સંજય દેસાઈ જણાવ્યું હતું કે, ભાજપના પાંચ વર્ષના શાસનમાં કોઈ જ વિકાસના કામો થયા નથી જેથી લોકોમાં ભાજપ સામે ભારે રોષ છે અને આ વખતે લોકો કોંગ્રેસને સામેથી આવકારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...