ચૂંટણીમાં અલગ પ્રકારનો રંગ જામશે:ડીસામાં પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ, 20 વર્ષથી માળી સમાજ ટિકિટ માંગી રહ્યો હતો

ડીસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવિણ માળીના પિતા ગોરધનજી માળી ડીસાના બે ટર્મ ધારાસભ્ય રહ્યાં હતાં, આંતરિક વિખવાદના કારણે શશીકાંત પંડ્યાની ટિકિટ કપાઇ

ડીસા બેઠક પર પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોરધનજી ગીગાજી માળીના પુત્ર અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળીને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ડીસાના વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પડતા મૂકવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી એ ડીસા બેઠક પર ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પડતા મૂકી પ્રવીણ માળીને ઉમેદવાર બનાવ્યા છે. પ્રવીણ માળી ડીસાના સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીનો પુત્ર છે અને ડીસા નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે. ડીસામાં ભાજપમાંથી પ્રથમ વખત જીતનાર પ્રવીણ માળીના પિતા સ્વ.ગોરધનજી માળી હતા. ડીસાના ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની પાર્ટીએ ટિકિટ કાપી તેના પાછળ મુખ્ય કારણ ભાજપના નેતાઓનો આંતરિક વિરોધ હતો. ત્યારે હવે ડીસામાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટી એ એકદમ યુવા ચહેરાઓને ઉમેદવાર બનાવ્યા છે.

પ્રવીણ માળી ને ભાજપની ટિકિટ મળતા તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય રબારીને ઉમેદવાર બનાવ્યા છે. આ બંને ઉમેદવારોના પિતાઓ અગાઉ વર્ષ 1998 અને વર્ષ 2002 માં સામ સામે ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં એક વખત 1998 માં ગોરધનજી માળીનો વિજય થયો હતો. 2002માં ગોવાભાઈનો વિજય થયો હતો ત્યારે હવે બંનેના પુત્રો સામસામે છે ત્યારે ડીસામાં ચૂંટણીમાં અલગ પ્રકારનો રંગ જામશે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...