અકસ્માત:ડીસામાં ટ્રક અને બાઈક ટકરાતાં બાઇક સવાર ત્રણને ગંભીર ઇજા

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા

ડીસામાં દિપક હોટલ પાસે બુધવારે રાત્રીના સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ડીસા શહેરના નેશનલ હાઈવે પર આવેલ દિપક હોટલ પાસે બુધવારે રાત્રે બાઈક પર સવાર ત્રણ યુવકો જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકો રોડ પર પટકાતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...