જુગારીઓ પોલીસ સકંજામાં:ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા; જુગારના સાહિત્ય સહિત 12,250નો મુદ્દામાલ જપ્ત

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં રેલવે સ્ટેશન પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઇ 12 હજારનો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે રેલવે સ્ટેશન વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન રેલવે સ્ટેશન પાસે આવેલ જુના ઘરો પાસેની ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તીનપત્તી જુગાર રમતા મોહસીન ભટ્ટી, અશોક ઠાકોર અને પોપટ ઠાકોર નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે જુગારના સાહિત્ય અને રોકડ સહિત કુલ 12 હજાર 250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ત્રણે શખ્સો સામે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...