ડીસા-પાટણ હાઈવે પરના આસેડા નજીક એક પુરપાટ ઝડપે પસાર થતા જીપડાલાના ચાલકે બાઇક લઈ જતા આધેડને અડફેટે લેતાં ઇજાઓ થતા ડીસા ખાતે સારવાર અર્થે ખસેડી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા ભારજીજી ઠાકોર તેમના પત્ની અને તેમના પુત્ર શનિવારે પોતાનું જીકે 09 એલ 1901 બાઈક લઈ આસેડા ગામ નજીક આવેલ જુના બસસ્ટેન્ડ નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા જીજે 01 ડીવાય 9691 નંબરના જીપડાલાના ચાલકે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતના પગલે ભારજીજી ઠાકોર અને તેમના પત્ની અને તેમનો દીકરો બાઇક સાથે જમીન ઉપર પટકાયા હતા અને જેમાં ભારજીજી ઠાકોરને પગે તેમજ તેમના દીકરાના પગે અને પત્નીને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.ત્રણ જણને 108 મારફત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને આ અકસ્માત બાબતે તેમના સગા વિનોદજી સેધાજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલા ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.