ડીસાના શ્યામ બંગલોઝમાં ચોર ત્રાટક્યા:ગણપતિ આરતી સમયે ધાબા પરના ખુલ્લા દરવાજામાંથી ચોર ઘરમાં ઘૂસ્યા; 4 લાખ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર

ડીસાએક મહિનો પહેલા

ડીસાના શ્યામ બંગ્લોઝમાં રહેતા એક પરિવાર ઘરમાં સ્થાપિત ગણપતિની આરતી કરી રહ્યા હતા. તે દરમિયાન જ અગાસીનો દરવાજો ખુલ્લો રહેતા તસ્કરે રૂમમાં પ્રવેશી રૂપિયા ચાર લાખ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. જે અંગે મકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ લેખિત રજૂઆત કરી છે.

સ્પીકરનું વોલ્યુમ વધુ હોવાથી કંઈ ખબર ના રહી
ડીસાના-પાટણ હાઇવે પર આવેલ શ્યામ બંગ્લોઝ રહેતા કલ્પેશભાઈ ઈશ્વરલાલ પવાણી ડીસામાં જુના પોલીસ સ્ટેશન પાસે રેડીમેડ કપડાનો વ્યવસાય કરે છે. તેઓએ હાલમાં ઘરમાં ગણપતિની સ્થાપના કરેલી હોય સાંજના સુમારે તેમના ઘરે ગણપતિની આરતી ચાલતી હતી. આ દરમિયાન સ્પીકરનું વોલ્યુમ વધુ હતું અને પરિવારના સભ્યો ગણપતિની આરતી કરતા હતા. ત્યારે ઉપરના માળે અગાસીનો દરવાજો ખુલ્લો હોઇ કોઈ અજાણ્યા તસ્કરો રૂમમાં પ્રવેશ કરી પેટીમાં મુકેલા રૂપિયા ચાર લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હતા. બાદમાં પરિવારની મહિલા ઉપરના રૂમમાં જતા તમામ સમાન વેર વિખેર પડેલો જણાતા તેમના પતિ કલ્પેશભાઈને જાણ કરાઈ હતી. પેટીમાં મુકેલા રૂપિયા ચાર લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ અંગે તેઓએ ડીસા શહેર દક્ષિણ મથકે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...