ચોરી:ડીસાના ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં વકીલની બંધ ઓફિસમાંથી રૂ.1.25 લાખની ચોરી

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે ચોરીની જાણ થતાં વકીલે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી

ડીસા શહેરની બનાસ બેંક નજીક આવેલ ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં એડવોકેટની બંધ ઓફીસને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી કબાટમાં પડેલા રૂપિયા 1.25 લાખ રોકડ ઉઠાવી ગયા હતાં. આ અંગેની જાણ પોલીસને કરાઈ હતી. ડીસાની જુની કોર્ટ સંકુલની બાજુમાં જ આવેલ ખુશ્બુ શોપિંગ સેન્ટરના પ્રથમ માળ ઉપર એડવોકેટ હીનાબેન ઠક્કર અને એડવોકેટ ગંગારામભાઈ પોપટ ઓફીસ ધરાવે છે અને તેઓ શનિવારે સાંજે પોતાનું કામકાજ પૂર્ણ કરીને ઓફીસ બંધ કરીને ઘરે ગયા હતા.

હીનાબેન ઠક્કરને કામ હોવાથી રવિવારે સાંજે ઓફીસ ઉપર જતા મુખ્ય દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું જોઈ ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓએ વકીલ ગંગારામભાઈ પોપટ અને કિશોરભાઈ દવેને બોલાવી ઓફીસમાં તપાસ કરતા ઓફીસના કબાટમાં મુકેલા 1.25 લાખ રૂપિયા મળી આવ્યા ન હતા. આથી વકીલ હીનાબેન જમનાલાલ ઠક્કરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લાલચાલી વિસ્તારના બંધ મકાનમાં તસ્કરો દાગીનાની ચોરી ભાગી ગયા
ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ નાઈ પોતાનું લાલચાલી ખાતે આવેલ મકાન બંધ કરી પોતાના નવા ઘરે ગયા હતા. જે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો મોકાનો લાભ ઉઠાવી રમેશભાઈના મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને રમેશભાઈના મકાનમાં તિજોરીને નિશાન બનાવી અંદર પડેલ સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સોમવારે રમેશભાઈ પોતાના નવા મકાનથી પરત લાલચાલી ખાતે આવેલ મકાને પાછા આવતા પોતાના મકાનમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રમેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...