ડીસામાં ચોર ટુકડી સક્રીય:ખરડોસણ ગામે ખોડિયાર મંદિરમાં ચોરી; અજાણ્યા તસ્કરો દાનપેટીમાંથી રોકડ અને ત્રણ છત્રની ચોરી કરી ફરાર

ડીસાએક મહિનો પહેલા

ડીસાના ખરડોસણ ગામે મંદીમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા તસ્કરોએ ખોડિયાર માતાજીના મંદિરને નિશાન બનાવી ચાંદીના અને રોકડ રકમની ચોરી કરી જતા ગામના લોકો મંદિરે એકત્રિત થઈ પોલીસને જાણ કરી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવે ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક અનેક નાની-મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. શહેરી વિસ્તારની સાથે સાથે ચોર ટોળકી ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ બનાવી રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાના ખરડોસણ ગામમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કર્યો હતો. અને સૌ પ્રથમ મંદિરમાં પડેલી દાનપેટીમાંથી ચોરી કરી હતી. જે બાદ માતાજીને પહેરાવેલ ચાંદીના ત્રણ છત્રની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા આખું ગામ મંદિરે એકત્રિત થઈ ગયું હતું અને આ અંગેની જાણ ડીસા તાલુકા પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...